Exam in Ranpur

રાણપુરમાં ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ચોકલેટ આપી સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી

આજરોજ બોટાદ જીલ્લાના રાણપુરમાં ધોરણ 10 ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ શાંતિપૂર્ણ રીતે થયો હતો
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ તે માટે પૂરતો સ્ટાફ ફાળવ્યો હતો તેમજ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાણપુરમાં જન્મભુમિ હાઈસ્કુલ અને સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે પરીક્ષા નો પ્રારંભ થયો હતો જેમાં રાણપુર ની જન્મભુમિ હાઈસ્કુલમાં દિકરીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી જ્યારે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા અને સભ્ય રાજેશભાઈ શાહ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષામાં ગેરરીતિઓ અટકે અને પરીક્ષા યોજાય એ માટે જરૂરી કાર્યવાહી કરી તમામ કેન્દ્રો ઉપર શાંતિમહોલમાં પરીક્ષા યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

Loading...